જિંદગી
જિંદગી
જન્મના આરંભથી શરૂ થાય આ જિંદગી
શાને આમ તેમ વેડફી દેવી આ જિંદગી
ભાગ્ય સૌભાગ્યની ઘટમાળ આ જિંદગી
છે સુખ દુઃખનું તોતિંગ તરું આ જિંદગી
સારા નરસા સંબંધોમાં રંગાય આ જિંદગી
છે બાળપણ યુવાનીને બુઢાપો આ જિંદગી
સાચા મિત્રોનું મિલન કરાવે આ જિંદગી
આવડે મહેકાવતાં તો ગુલઝાર આ જિંદગી
માનો તો રોશની બાકી અંધકાર આ જિંદગી
છે એક અનોખી અજબ ગજબ આ જિંદગી
માનવ રંગમંચ પર પાત્ર ભજવે આ જિંદગી
'વાલમ' માનવ કસોટી બની જાય આ જિંદગી
