STORYMIRROR

Bharat Parmar

Fantasy

4  

Bharat Parmar

Fantasy

તડકો

તડકો

1 min
6

જોને આ  ઉનાળાનો  લાય જેવો તડકો,

તગતગતો ને ધગધગતો  કેવો આ તડકો !


દિન આખો  અડીખમ ઉભો રહેતો તડકો,

જાણે નક્કર ધાતુનો તસતસતો આ તડકો !


હવા મથે ઘણું  હલાવવા  જોને આ તડકો,

જરાય ન હટતો ધૂણી ધખાવતો આ તડકો !


ધરાને કેવી પરેશાન કરતો શિકારી આ તડકો,

બફારો ને ગરમાવો  કેવો ફેલાવતો આ તડકો !


'વાલમ' ગ્રિષ્મઋતુના ઉત્સવ સમ આ તડકો,

ચોમાસાની  શુભેચ્છાઓ પાઠવતો આ તડકો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy