STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

પરિવારનું મૂલ્ય

પરિવારનું મૂલ્ય

1 min
6

વૃક્ષના એક પરિવારમાં પાંદડું ખૂબ હરખાય છે,

એકબીજાની સાથે રહીને આનંદથી મલકાય છે,


પરિવારથી એકલા રહેવા એક દિ ખૂબ લલચાય છે,

વૃક્ષની ડાળીએથી છૂટા થઈને મનોમન હરખાય છે,


બહારની દુનિયા સુંદર માની મનમાં એ લલચાય છે,

હાશ ! છૂટયા હવે પરિવારથી એમ માની મલકાય છે,


વાયરા સાથે ઊડતું ઊડતું આમતેમ એ લહરાય છે,

ઝરણાં સાથે કૂદતાં કૂદતાં ગીત મજાના ગવડાય છે,


પાણી સાથે ઉછળી કૂદીને મલકાતું કેવું હરખાય છે,

કહે, મજા પડી ભાઈ મજા, હવે આનંદથી રખડાય છે,


અથડાતું પછડાતું ઊંચે નીચે આમ તેમ ભટકાય છે,

ઠોકર ખાતું રગદોળાતું ક્ષણિકમાં ત્યાં પછડાય છે,


રખડી ભટકી દુઃખી થઈને પાંદડું ખુબ પછતાય છે,

પરિવારથી જોડાઈ રહેવાનું મૂલ્ય હવે સમજાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational