STORYMIRROR

Bharat Parmar

Action Inspirational

3  

Bharat Parmar

Action Inspirational

ભાષા અમારી ગુજરાતી

ભાષા અમારી ગુજરાતી

1 min
10

અમને ગમતી તમને ગમતી સૌને ગમતી ગુજરાતી

નરવી, ગરવી, ગૌરવવંતી ભાષા અમારી ગુજરાતી,


જાય ત્યારે આવજો કહીને ફરી બોલાવતા ગુજરાતી,

દોઢ ડાહ્યો એમ કહીને ડાહ્યો કહેતા ગુજરાતી,


ખારું હોય પણ મીઠું કહેતા સાચેસાચું ગુજરાતી,

ભલે ભણતા અંગ્રેજીમાં સપનું જોતા ગુજરાતી,


કૂતરું પડી જાય પાછળ તો હોડ હોડ કહેતા ગુજરાતી,

પડી જાય કે વાગી જાય તો ઓય મા કહેતા ગુજરાતી,


રમતા, ભમતા, ગમ્મત કરતા ડાન્સ કરતા ગુજરાતી

ગાળમગાળા કરતા ત્યારે અસલ નીકળતી ગુજરાતી,


વિદેશમાં પણ વા'લી લાગે 

ગરબે રમતા ગુજરાતી,

વસે 'વાલમ' ગુજરાતી ત્યાં ભાષા અમારી ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Action