સૈનિકોને સો-સો સલામ
સૈનિકોને સો-સો સલામ


ભારતીય સૈન્યને સો-સો સલામ..
ઓ વીર સૈનિકો તમને, સો-સો સલામ..
સરહદ પર લડનારા;
શૂરવીરો તમને,
સો-સો સલામ..
દિવસ અને રાત્રી જોયાં વિનાં;
દેશની રક્ષા માટે ખડે પગે રહેનારાંઓને,
સો-સો સલામ..
મૃત્યુને પણ માત દેનાર;
એ લડવૈયાઓને,
સો-સો સલામ...
દુશ્મનો સામે અડગ મને લડનાર;
એવી આ યુવા ફોજ ને,
સો-સો સલામ..
જમીન પરથી રક્ષા કરનાર;
ભૂદળ ને આ દેશની માટીથી,
સો-સો સલામ..
ગગન ટોચથી રક્ષા કરનાર;
વાયુદળ ને આસમાની,
સો-સો સલામ..
વિશાળ દરિયાકિનારેથી રક્ષતા;
એવાં નૌકાદળ નેે અમૃત જળથી,
સો-સો સલામ..
લડાઈની અટલી ગોળીઓ સહીને પણ ત્રિરંગો લહેરાવનાર;
વાઘ સમાન વીરો તમને,
સો-સો સલામ..
દેશનાં વિવિધ વિસ્તારમાંથી આવતાં વીરલાઓને,
વૈવિદ્યપૂણૅ સો-સો સલામ...
મારા દેશને પાવન કરનારાં આ સપુતોને,
દિલથી સો-સો સલામ...
ઓ મહાન વીર બહાદુર સૈનિકો,
તમને સો-સો સલામ..