ગુજરાતી
ગુજરાતી
હા, અમે સૌ ગુજરાતી
ગજબ બોલીને, રીતભાત છે ગુજરાતની
હા,અમે સૌ ગુજરાતી.
બાર ગામે બોલી બદલાય;
અવનવી એ દરેક લહેકાની મીઠાશ ગુજરાતી
કેમ છો ? મજામાં? હારુ ને ?
કયાં ચાલ્યા ? ચ્યોં ચાલ્યા ? થી લઈ
શીદ ઉપડ્યા ?
પારકાને પણ પોતાના કરતી ગુજરાતી
દિલથી સહુકોઈની સાર સંભાળ કરતી,
અમારી માતૃભાષા ગુજરાતી
એ હેંડો, હાલો ને ચાલો ગુજરાતી
ભાષાનો અનેરો આનંદ ગુજરાતી.
જમણ મારું વારુ, બપોરા ને રોંઢો ગુજરાતી
હૈયે આવતી હેલી ગુજરાતી
મારી માતૃભૂમી એ રચેલો રમતીયાળ રંગ-તરંગ ગુજરાતી.
કોટી કોટી વંદન સિંહોની પણ ધરા ગણાતી,
મારી ગુણવંતી ગુજરાતી.
