કોરોના
કોરોના


કોરોના તું શી રીતે આવી ગયો ?
દુનિયા આખીમાં કહેર કર્યો,
બહુ મોટો તે ખેલ કર્યો.
કોરોના આમ શી રીતે આવી ગયો ?
અંત છે હવે તારો નજીક,
મુકાબલો તારો એવો કરીશું,
અંત તારો નિશ્ચિત કરીશું.
ખોટા રસ્તે તું આવી ગયો,
કોરોના અહીં શી રીતે આવી ગયો ?
હેરાન કરવાનું રે'વા દેજે ખોટું,
બહું ભારે પડશે તને આ મોટું.
કોરોના અહીં શી રીતે આવી ગયો ?
પસ્તાવું પડશે તારે, કે કેમ અહીં આવી ગયો.
ઈલાજ કરશું એવો તારો,
વ્હેમ બધો તારો દૂર કરશું.
તને ખતમ કરવાનું જબરું આયોજન કરશું.
એકતાથી અમારી તને નષ્ટ કરી દઈશું.
કોરોના અહીં શી રીતે આવી ગયો ?