STORYMIRROR

Swati Pavagadhi

Inspirational

4  

Swati Pavagadhi

Inspirational

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન

1 min
479

આજે પ્રજાના હાથમાં સતા છે,

આ સત્તાના સદ્ઉપયોગની,

બહુ ઓછાને ભાન છે,


બંધારણ છે દેશનું અલગ ને,

કલમો પણ ઘણી છે,

પરંતુ પોતાના અધિકારોની,

ખૂબ ઓછાને અહીં સમજ છે,


જેને ખબર છે એમાં પણ ઉપયોગ કરતા,

દૂર ઉપયોગ કરનાર ઘણાં છે,

માણસ દ્વારા થતું; માણસનું શોષણ,

બની શકે કપરી સજા છે,


સૌથી મોટું ભારતનું બંધારણ છે;

જૂજ લોકોનેજ, આનું સાચું ભાન છે,

જ્ઞાની લોકો પણ ઘણાં છે,

ઘણું ખરુ કરવા સક્ષમ છે,


પણ અહીં અધિકારો માટે,

કલમોની કથામાં પડનાર ઓછા છે,

પ્રજાની હાથમાં જો સત્તા છે,

પ્રજા ધારે તો ઘણાં બદલાવો આવી શકે,


પણ આ ઘણાં લાલચી સત્તાધિશો;

માનવ મતને મનીની માયા લગાડી,

સુપરિવર્તનોની સક્ષમતા લૂંટી લે છે,


આજે પણ ટૂંકી સગવડ કે મોજ-મજા માટે,

લાંબા ગાળાનું ઘણું લોકો ગુમાવે છે,


તો, ચાલો આજ પ્રજાસત્તાક દિન નિમિતે,

સત્તાના સદ્ઉપયોગ માટે દ્રઢ મનોબળ બનાવીએ,

એજ દિશામાં હવે યોગ્ય આગેકૂચ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational