STORYMIRROR

Swati Pavagadhi

Others

3  

Swati Pavagadhi

Others

ચાંદલિયો

ચાંદલિયો

1 min
457

આભે ઊગતો એ ચાંદલિયો,

અનોખો રંગ પ્રસરાવતો !

જીવનનું એક અનોખું નજરાણું બનાવતો,

આભે ઊગતો એ ચાંદલિયો !


તેની ચાંદની વિખરાવી એક સ્પર્શ કરાવતો,

કયારેક વાદળમાં જતો, 

તો કયારેક ડોકયુ કરતો એ ચાંદલિયો !


મનમાં તેનું અનોખું સ્થાન બનાવતો એ ચાંદલિયો !

આભે ઊગતો એ ચાંદલિયો, 

મનને તો ભાતો એ ચાંદલિયો !


રોજ-બરોજ છટા બદલતો એ ચાંદલિયો,

કયારેક ગગનમાં ન દેખાતા,

બેચેનીનો અનુભવ કરાવતો એ ચાંદલિયો !


તેની ચાંદનીમાં પાગલ થયેલી મને,

'શુભરાત્રિ' કહેતો એ ચાંદલિયો ! 


Rate this content
Log in