STORYMIRROR

Swati Pavagadhi

Others

3  

Swati Pavagadhi

Others

જિંદગી એક જુગાર

જિંદગી એક જુગાર

1 min
370

જિંદગી એક જુગાર છે,

અહીં કયારેક હાર તો, કયારેક જીત છે.


સબંધ બધા સ્વાર્થના છે,

જિંદગી એક જુગાર છે.


દરરોજ નવી એક રમત છે,

દોસ્ત જિંદગી એક જુગાર છે.


આ પ્રાણ કયારે ખાલી થઇ જાય,

એની કયાં કોઇ ને ખબર છે,

બસ, જિંદગી એક જુગાર છે.


ભવિષ્યનાં ફળની અહીં કોને ખબર છે,

જિંદગી એક જુગાર છે.


કયારેક એકો, દૂરી, તીરી છે,

તો કયારેક ગુલામ, રાણી, રાજાનો ખેલ છે,

જિંદગી એક જુગાર છે.


કયારેક ચરકટનાં રંગમાં દુનિયા આખી લાલ છે,

તો, કયારેક ઘણાંનાં કર્મો એવા કાળા છે,

જિંદગી એક જુગાર છે.


કોના નસીબમાં કયારે ઇશ્વર હુકમનો એક્કો ફેંકી,

બાદશાહ બનાવી દે, એની કોઇને કયાં ખબર છે,

એટલે જ તો કહું છું  મિત્રો , 

જિંદગી એક જુગાર છે.


Rate this content
Log in