મંડાણ
મંડાણ
સફળતા નિષ્ફળતાની વચ્ચેના, સંઘર્ષભર્યા છે મંડાણ,
માતૃભૂમિના રક્ષક બનવા, બલિદાનના છે મંડાણ,
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના, સમયના છે મંડાણ,
સુખમાં ને દુઃખમાં સાથ આપતા, માનવતાના છે મંડાણ,
વિકટ પરિસ્થિતિનો સામનો કરવા, ઉદારતાના છે મંડાણ,
જુઠ્ઠાણાંની પરિભાષા બદલવા, સત્યતાના છે મંડાણ,
શબ્દો શબ્દોને રણકારતા, 'પ્રણવની કલમ' ના છે મંડાણ ...