સંયમ
સંયમ

1 min

203
શુદ્ધ અંતઃકરણના હૃદયને હોવો જોઈએ સંયમ,
વાણી વર્તન ને વિચારમાં હોવો જોઈએ સંયમ,
સમય સંજોગને અનુસરવા હોવો જોઈએ સંયમ,
પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છતાં માનને જોઈએ સંયમ,
સગવડતામાં અનુકૂળ થવા હોવો જોઈએ સંયમ,
આકર્ષણની આ દુનિયામાં દૃષ્ટિને જોઈએ સંયમ,
સંપત્તિ પ્રાપ્ત થવા પર ઉપયોગિતાને જોઈએ સંયમ,
યુવાનીની ભાગદોડમાં ચારિત્ર્યને હોવો જોઈએ સંયમ,
મોટપ પામવા છતા પણ નાનપનો હોવો જોઈએ સંયમ,
"પ્રણવની કલમને" સદા કવિતાઓમાં વિહરવાનો નિયમ.