ડામાડોળ
ડામાડોળ


વાતવાતમાં ના કર ખોટી ડામાડોળ,
જીવનભરની મથામણ છે ડામાડોળ,
વાંચન વગરના વિચારોની ડામાડોળ,
ખબર વગરના ખોટા ફડાકાની ડામાડોળ,
માત્ર તર્કવિતર્કોની ભરેલી છે ડામાડોળ,
આદેશને આડે આવે સલાહની ડામાડોળ,
કુસંગના સંગમાં અમૂલ્ય સમયની ડામાડોળ,
સંબંધોમાં તિરાડ પાડતી ભૂલો શોધવાની ડામાડોળ,
આદર્શ મૂલ્યોના ઘડતરમાં અવગુણોની ડામાડોળ,
"પ્રણવની કલમે" કાગળ પર વિહાર કરતા અક્ષરો ઓળઘોળ.