STORYMIRROR

Pranav Kava

Inspirational Others

4.5  

Pranav Kava

Inspirational Others

અજાણ્યા

અજાણ્યા

1 min
379


અતિથિ બનીને આવ્યા છીએ અજાણ્યા,

ક્ષણભંગુર જિંદગીમાં બનીને આવ્યા અજાણ્યા,


કોઈ કોઈના નથી એવા સંબંધો છે અજાણ્યા,

પ્રામાણિકતાની જયોત ઝળહળે છતા બને અજાણ્યા,


પડકારોનો સેતુ પાર કરીને બાળકસમ અજાણ્યા,

સમસ્યાના સમાધાનમાં અક્કડ બનીને અજાણ્યા,


વિચારોમાં શુદ્ધિની અપૂર્ણતાથી બન્યા અજાણ્યા,

ગજાબહારની દેખાદેખીમાં દ્રષ્ટિથી થયા અજાણ્યા,


માનમાં ને માનમાં આવકાર આપવામાં અજાણ્યા,

"પ્રણવની કલમે" કાગળને શબ્દો નથી અજાણ્યા.


Rate this content
Log in