ટૂંકમાં
ટૂંકમાં

1 min

362
માણસાઈની રેસમાં માણસ બનવું છે ટૂંકમાં,
અયોગ્યતાથી યોગ્યતા પ્રાપ્ત કરવી છે ટૂંકમાં,
આનંદને અવસરમાં પરિવર્તિત કરવું છે ટૂંકમાં,
વિશ્વાસને ગાઢ સંબંધો સુધી પહોંચાડવા ટૂંકમાં,
સદ્દવિચારને આચરણમાં ઢાળવાનું છે ટૂંકમાં,
કૌશલ્યથી વિકાસ સુધીના કામ છે ટૂંકમાં,
હારથી જીત તરફની કુંચ છે ટૂંકમાં,
બાળક થી વૃદ્ધ તરફની ગતિ છે ટૂંકમાં,
વ્યક્તિથી વ્યક્તિ સુધીનો ભેદ છે ટૂંકમાં,
"પ્રણવની કલમે" અક્ષરોથી કાગળ સુધીનુ અંતર છે ટૂંકમાં.