STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Others

4  

Pranav Kava

Abstract Inspirational Others

ઓળખાણ

ઓળખાણ

1 min
360

સમય પરિવર્તનના યુગમાં જોઈએ સૌને ઓળખાણ,

હોય ના રૂપિયા ખિસ્સામાં તો આપવી પડે ઓળખાણ,


જગ્યા ત્યારે જ ખાલી થાય જ્યારે હોય ઓળખાણ,

ખોવાયેલા માણસને શોધવા પણ જરૂર પડે ઓળખાણ,


નિઃશુલ્ક હોય પ્રવેશ છતાં આપવી પડે છે ઓળખાણ,

પ્રતિષ્ઠા હાંસિલ કરવા છતાં પણ જોઈએ ઓળખાણ,


બોલાચાલીની બાબતમાં મોટો ભાગ ભજવે ઓળખાણ,

જડતા ના હોય રસ્તા ત્યારે દિશા બતાવે ઓળખાણ,


અહીં તો માણસને પણ માણસની જોઈએ ઓળખાણ,

"પ્રણવની કલમે" શબ્દો ને કલમની છે પુરાણી ઓળખાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract