Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Abstract Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Abstract Others

મૌન સિતાર

મૌન સિતાર

1 min
312


સૌની અંદર સંગીત સુરીલું સંભળાવી રહી, મૌન સિતાર શ્વાસની,
ને એક શરણાઈ ધડકનની સાથ પુરે, જીવનની નવી આશની !

શ્વાસના દોરાથી તૂટેલા સપના સાંધી સાંધી આયખું વધે આગળ,
ને ધડકનોના સરનામે એક ટપાલ પહોંચે પરમાત્માના વિશ્વાસની !

હું રહું ન રહું શ્વાસ મારા ચાલતા રહેશે મારી હર ગઝલમાં કાયમ,
અંધકારમાં રહીનેય લખતી રહેશે મારી કલમ વાર્તા ઉજાસની !

શ્વાસ સૌના જીવનનો ને વિશ્વાસ આપણા સ્નેહ સંબંધોનો આધાર,
શ્વાસના કોલાહલથી મૂંઝાઈ જિંદગી અંદરોઅંદર સૌના વિશ્વાસની !

રણમાં મૃગજળ જોઈ જોઈને ખીલી ગઈ એક કલી વિશ્વાસની,
ને ઘૂઘવતા દરિયાના સ્વરમાં સાંભળી મેં વ્યથા જન્મોની તરસની !

ફૂંકનો વિશ્વાસ, શ્વાસો શ્યામની થઈ રેલાયો સૂકી વાંસની લાકડીમાં,
તો એક જ ક્ષણે બુઝાઈ ગઈ તરસ વાંસળીની કેટલાયે વરસની !

ધરતીની "પરમ" શ્વાસો ઉપરના ઉઝરડા ઘણું કહી ગયા સાનમાં,
"પાગલ" ઘાસ પર ચમકી વ્યથાઓ આકાશને આંબવાના વિશ્વાસની !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract