Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

રાધા

રાધા

1 min
10


હૂશ્ન ઈશ્કનો એક શાશ્વત ને ખામોશ સંવાદ રાધા,

બે દિલોમાં ધડકતો એક અનોખો અહેસાસ રાધા !


વનવગડામાં મ્હોરેલો કૃષ્ણસમ કામણગારો કેસુડો,

ને ફાગણે હૈયાના આભે સાત રંગોનું મેઘધનુષ રાધા !


વૃંદાવનની વાટે ધરતી ઉપર ઢોળાયેલું ગોરસ,

ને ગોકુળની ગલીઓમાં કાયમ ગુંજતું ગીત રાધા !


મારી શ્વાસોથી તારી શ્વાસો વચ્ચેનો અનન્ય અવિરત,

અસ્તિત્વગત ચાલતો સતત એક મહારાસ રાધા !


સ્પંદનોના વહેતા ઝરણાંનું સૂરીલું સંગીત રાધા,

જે અધૂરૂ હતું જનમોથી તે હવે પૂર્ણ ગીત રાધા !


અંતર આભે ઉમટેલા આ શ્યામ ઘન થકી વરસતું,

ને વિરહમાં કૃષ્ણની આંખેથી વહેતી ધારાનું રૂપ રાધા !


ઓગળેલી અધૂરી ઈચ્છાઓ આંખોથી છલકાઈ ગયા પછી,

શ્યામ વદન પર મલકતું મહોબ્બતનું સ્મિત રાધા !


મારી "પરમ" ઝંખનાઓમાં ઝંકૃત ખામોશી અને

વિહવળ આંખોમાં ચમકતી "પાગલ" પ્રીત રાધા.


Rate this content
Log in