STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

સમય

સમય

1 min
18

સૌને સમય જ ઝખમ આપે ને સમય જ મલમ આપે,

ને મૃત્યુના પડાવ પછી સૌને આ સમય જ જનમ આપે.


સમયે પ્રાદુર્ભાવ થઈ જાય ધરમનો રૂદિયાની ભીતરે,

તો હર સમયે એ વાણી ને વર્તનમાં રૂડા કરમ આપે.


ગર્વથી સદા ઊંચું રહ્યું મસ્તક પારકાનાં સહકારથી,

ને આ સમયે, કહેવાતા સ્નેહીનાં નામ લેતા શરમ આવે.


ને ક્યારેક સળગી ઉઠે પરિસ્થિતિ એવું પણ બને,

ને પછી ટાઢી પડેલી ક્ષણો જ આગલું પગલું મક્કમ આપે.


દિવસની અધૂરી ઈચ્છાઓએ મહેક્યો સમય સ્વપ્ન બની,

રોજ હકીકતને સમય આમ જ બળ અડીખમ આપે.


ને ચૂકાય કદી સારી તક સમયના એકાદ ટુકડામાં,

તો એ જ સમય તરત જ સ્થિતિ વસમી ને વિષમ આપે.


જૂઠનાં સહારે જીવતો માણસ હવે કૈંક શીખે તો સારું,

બંધ ઘડી પણ દિ'માં બે વાર સાચા સમયનો ભરમ આપે. 


એક "પરમ" સરગમ સતત સમયની ગુંજે કાનમાં,

ને ખુમારીથી જીવવાનું "પાગલ"પન હર કદમ આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational