Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

આશા

આશા

1 min
4


અંધારી રાત હોત તો સ્મિતની એક જ્યોત પ્રગટાવો,

સન્નાટાની દીવાલો પર બોલકી આશાના રંગ પુરાવો.


પછી છેડશે ખામોશ સિતાર પણ ભવ્ય રાગ ભૈરવી,

આ વેરાન રાતને આશાના ગીતથી આજ ચમકાવો.


જીવનની ઢળતી સંઘ્યાએ ભલેને ફેલાતું આ અંધારું,

અજવાળું કરવા અનુભવના દીપક ઝળહળાવો.


ધરો ધીરજ આશા સાથે હોય ભલે કપરી કસોટી,

કસોટીને લસોટી સૌને સીસોટી સુખની સંભળાવો.


અંધારી રાતના ગર્ભમાં જ સુતેલી છે સોનેરી સવાર,

આ આશાનાં સંદેશ સાથે જ સફર આગળ ધપાવો.


તોડીને પથ્થર પ્રગટે કૂંપળો ને ફૂટે છે ઝરણાં,

ખુદનાં આત્મબળે નિરાશાના પથ્થરો આમ જ હટાવો.


"પરમ" દીપક જરૂર પ્રગટશે એક દિવસ અંતરમાં,

આશાનું ઈંધણ પૂરી જાતને આમ જ "પાગલ" બનાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational