STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

દિલનું દસ્તુર છે દીકરી

દિલનું દસ્તુર છે દીકરી

1 min
26.2K




દિલથી દિલનું દસ્તુર છે દીકરી,મા-બાપની આંખનું નૂર છે દીકરી.

ભગવાન પણ સાંભળીને થાય રાજી,સંબંધોના સંગીતનું એ સૂર છે દીકરી.

 

દીકરી સુખનો સાગર છે,દીકરી પ્યારની ગાગર છે.

દીકરી વહેંચાય છે બે ભાગોમાં,દીકરી બે ઘરોની ઉજાગર છે.

 

દીકરી મા-બાપનો દુલાર છે,દીકરી થકી જિંદગી તહેવાર છે.

દીકરી નસીબવાળાને નસીબ થાય,દીકરી દરેક કુટુંબનો કિલકાર છે.

 

દીકરીના લગ્નમાં લાગણીઓનું યુદ્ધ થાય છે,દીકરીના લગ્નમાં દરેક સંબંધ શુદ્ધ થાય છે.

દીકરીના લગ્ન છે અજબ કશ્મકશનો પ્રસંગ,દીકરીનાં લગ્ન થતાં જ મા-બાપ વૃદ્ધ થાય છે.

 

કેટલાક લોકો દીકરો પામવા બેશરમ હોય છે,કોખને દીકરીની કબર બનાવવા સુધી બેરહમ હોય છે.

કુદરતની આ સચ્ચાઈને કેમ સમજતાં નથી આ લોકો?દીકરો હોય કે દીકરી બંને સરખી રીતે સક્ષમ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational