વેલેન્ટાઈન ડે નો વ્યાપ
વેલેન્ટાઈન ડે નો વ્યાપ
StoryMirror
Ink of the Heart - Valentine’s Day Writing Contest 2025_StoryMirror
Submission of Gujarati Poem
February 18, 2025
વેલેન્ટાઈન ડે નો વ્યાપ
વેલેન્ટાઈન ડે ની છે અલગ અનુભૂતી, વેલેન્ટાઈન એટલે પ્રેમ ની પોતાની જીત છે
પ્રેમ સિમીત નથી માત્ર પ્રેમી કે પ્રેમિકા પુરતું, પ્રેમ તો દરેક પવિત્ર સંબંધ નું ગીત છે
મા-બાપ જેટલું સાચું, કુદરતી અને અંતરથી પ્રેમ કોઈને મળી શકે બીજે ક્યાંથી?
જો જો ધ્યાનથી, દરેક સફળતા, સુખ અને શાંતિ પાછળ મા-બાપની દુઆ નિહીત છે
લોહીના સંબંધનું ખેંચાણ તો, ખેંચીને રાખતું હોય છે સાગર ની ભરતીની જેમ
ભાઈ – બહેનનો પ્રેમ તો, સાગરના મોતી ની જેમ રાખે આશ્ચર્યચકિત છે
સૃષ્ટિનું ચક્કર ચાલુ રહે એટલે, કુદરતે ગોઠવી છે સરસ મજાની વ્યવસ્થા સંતાનરૂપે
સંતાનના તાન ની લય તો, દુનિયામાં દરેક ને જિંદગીભર રાખે પુલકીત છે
આસ, વિશ્વાસ અને છેલ્લા શ્વાસ સુધીનો પ્રેમાળ બંધન હોય છે પતિ-પત્નીના પ્રેમમાં
આખરે તો આપણે બે જ, પતી-પત્ની એ તો પ્રેમની પરાકાષ્ઠા નું, ન્યાલ કરતું નવનીત છે
"સર્વે ભવન્તુ સુખિનઃ” ના ભારતીય મંત્ર માં સામેલ છે, સર્વ જગત માટેની પ્રેમ ભાવના
અઢી અક્ષર પ્રેમના શબ્દની, જેને આવી જાય સમજ, એ જ સાચો પંડિત છે
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ

