અજનબી
અજનબી
લાગે કોઈ હસાવી, હરાવી વાતો અને વિચારોમાં છવાઈ ગયું છે,
અધૂરી મુલાકાત અધૂરી વાત તો પણ કોઈ દિલમાં સમાઈ ગયું છે.
લાગે એ ના મારું હતું, ના મારું છે, છતાં પણ કંઈક ખોવાઈ ગયું છે,
ના છે મોટી હસ્તી, ના દોસ્તી તો પણ કોઈ પોતાનું લાગી રહ્યું છે.
ના ફોન, ના કોઈ મેસેજ, તો પણ નવી ઓળખાણ બની ગયું છે,
ના નશો છે, ના આદત તો પણ કંઈક મગજ પર ચડી રહ્યું છે.
લાગે છે એકાંતની હસી ખુશી ને મજાનું કારણ બની ગયું છે,
મારી દરેક તકલીફો અને દરેક પ્રશ્નનોનું તારણ બની ગયું છે.
મીઠી સવાર, ઢળતી સાંજ તો રાતનાં સપનામાં છવાઈ ગયું છે,
સાચું કહું તો કોઈ આ નાનકડા દિલનું ભાગીદાર બની ગયું છે.

