STORYMIRROR

Mayur Saisuthar

Romance

3  

Mayur Saisuthar

Romance

ગેરસમજ

ગેરસમજ

1 min
301

તમારા અને મારા હૃદયની વચ્ચે નક્કી જરાક ગેરસમજ થઈ હોય એવું લાગે છે,

તમે બોલાવ્યો કે ના બોલાવ્યો એની ખબર નથી પણ મને કોઈ એ બૂમ પાડી હોય એવું લાગે છે.


તમારું આમ હાલતા ચાલતા અમારી સામે હસવું તે તમને અમસ્તું લાગે છે,

પણ આમ તમારા હસ્યા પછી આ અમારી આંખો આખી રાત જાગે છે.


તમારું આમ મોડી રાત સુધી ઓનલાઈન રહેવું એ તમને રોજિંદું લાગે છે,

અમને તો તમારા ઓનલાઈન હોવાની એક એક પળ જીવતા બાળી નાંખે છે.


ફરક બસ એટલો છે કે તમારા અને મારામાં,

હું તમને મારી લાગણીઓ કહું છું પણ તમને નજીવા શબ્દો લાગે છે,

પણ તમે તો એવા શબ્દો કહો છો કે અમારી લાગણીઓને ઠેસ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance