STORYMIRROR

Mayur Saisuthar

Tragedy Children

4  

Mayur Saisuthar

Tragedy Children

દીકરા, દિલની વાત લખું છું

દીકરા, દિલની વાત લખું છું

1 min
225

થાકેલા હાથે, વહેતી આંખે આજે દીકરા દિલની વાત લખું છું,

લાકડીનો સહારો કે ઓટલાનો આશરો નહીં તારો સાથ ઝંખું છું,


ના તારા માણેક-મિલકત ના મેવા-મીઠાઈ ના તારા વર્ષો માંગુ હું,

ચાલશે સૂકો રોટલો દીકરા બસ તારી સાથે બેસી જમવા માંગુ હું,


ના ચારધામ યાત્રા, ના હરિનું નામ કે ના મારે દુનિયા ફરવી છે,

બસ સમય આપી બેસ મારી પાસે દીકરા ઘણી વાત કરવી છે,


હા નહીં ગમતું હોય તને હું હજી ખાવા ને ફરવામાં તને ટોકું છું,

તારા વિના નથી પેટ ઠરતું, નથી આંખ મિચાતી એટલે તને રોકું છું,


ધીમા ધબકાર અને રોકાયેલા શ્વાસમાં દીકરા એક જ છે આશ,

છેલ્લી ઘડીએ તું સાથે હોઈશ બસ એટલો રાખું દીકરા વિશ્વાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy