જીવનમાં પાણી ઢળ્યું છે
જીવનમાં પાણી ઢળ્યું છે
1 min
194
કબાટની કોરમાં કોહવાયેલ એક કાગળ મળ્યું છે,
જોયું તો દાદાના શબ્દ જીવનમાં પાણી ઢળ્યું છે.
મુઠ્ઠી ચોખામાં મારુ આખું ગામ સાથે જમ્યું છે,
ઢગલો ધાન પડ્યું તોય ઘરનું કોઈ ભૂખ્યું રહ્યું છે.
લાગણીથી લપેટાયેલ તોરણ આંગણે મેં બાંધ્યું છે,
તારૂ મારુ કરવામાં આજે તમે આંગણું તોડી નાંખ્યું છે.
ટાંણુ મારું છે તોય ખુશીમાં ઘેર ઘેર છોકરું નાચ્યું છે,
મોભી બનવાના મોહમાં પોતાના એ રીસામણું રાખ્યું છે.
લાજ, શરમ અને શબ્દોમાં અમે મોટાનું માન રાખ્યું છે,
જેના નામે આગળ આવ્યા એનું નામ તમે ભૂંસી નાંખ્યું છે.
જીવનમાં રંગો પૂરવા જતા ચિત્ર બગાડી નાંખ્યું છે,
સાચે જોયું તો દાદાના શબ્દ જીવનમાં પાણી ઢળ્યું છે.
