એ દોસ્ત
એ દોસ્ત
તું ટીપાં માટે તરસે,
અને એ દરિયો પીરસે,
એ દોસ્ત,
તારી ખુશીમાં વણાય,
ને તારા આંસુમાં તણાય,
એ દોસ્ત,
તને મોડી રાત્રે જગાડે,
મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,
એ દોસ્ત,
તારી હસી મજાક ઉડાડે,
નિરાશ જોઈ દુનિયા ઉપાડે,
એ દોસ્ત,
જાણે મુંઝાયેલા મનની વાત.
સાથે બેસે તો ટુંકી પડે રાત,
એ દોસ્ત,
તેનાથી પલ દૂર ના જવાય,
જીંદગીમાં જે ના ભુલાય.
એ દોસ્ત,
