પિતા
પિતા
1 min
181
પૂરા પરિવારના દુઃખ તુંં એકલો આખી જિંદગી સહે છે,
રાત કે દિવસ સામે ના જોવે બસ તુંં મહેનત કરતો રહે છે,
મારા પગ પર ઊભો થયો ત્યાં સુધી તારો સહારો રહ્યો છે,
મુશ્કેલીમાં મારું મનોબળ અને આત્મવિશ્વાસ તુંં રહ્યો છે,
મારી ખુશીમાં ખુશ તો મારા દુઃખમાં તું સાથે રડ્યો છે,
મારી, ધમકાવી તો ડરાવીને જિંદગીનો પાયો ઘડ્યો છે,
મારી ઈચ્છા અને સપના માટે તુંં તારી જિંદગી જીવે છે,
તકલીફ હોય તો પપ્પા નહીં, એ દોસ્ત બની સાથે રહે છે,
બધાના સારા કામની શરૂઆત ગણપતિ બાપ્પા કરે છે,
ભલે ગમે તે હોય પણ મારા કામ તો મારા પપ્પા કરે છે,
પપ્પા કરેલી ભૂલોની આજે તમારી પાસે માફી માંગુ છું,
ભગવાન પાસે બધા ને ખુશ કરનારની ખુશી માંગુ છું.
