નીકળે
નીકળે
કોતરવા બેસો રાત ને તો કેટલા અધુરા સપના નીકળે,
હાથ મૂકો કોઈના ખભા પર પ્રેમથી તો આંસુ નીકળે,
આમ તો કોઈ એમ જ અમથું થોડી તમારા પર બગડે,
કોઈ આંગળી પકડાવે પ્રેમથી ને ના પકડો તો બગડે,
પથ્થર પથ્થર કહી દુનિયામાં ધિક્કાર્યો છે જેને આપણે,
પડે જો હથોડા બે પ્રેમના તો એમાંથી પણ મૂર્તિ નીકળે,
અરે આમ ઈશારા કરવામાં કેમ વર્ષો કાઢવા છે આપણે,
સીધે સીધું મોઢે પૂછી લઈએ તો પ્રશ્નનો ઉકેલ નીકળે,
અનહદ પ્રેમ કર્યો મે તમને ને’ આકરી નફરત કરી તમે,
હવે હિસાબ કરવા બેસો તો લેવડ દેવડ ક્યાંથી નીકળે.
