ખબરમાં છે
ખબરમાં છે
1 min
13.2K
આ ખબર, તાજા ખબરમાં છે હજી,
આપણી ચર્ચા નગરમાં છે હજી.
છો ને સામે તું નથી પણ તે છતાં,
યાદની મહેકાશ ઘરમાં છે હજી.
સૂર સપ્તકની અસર વર્તાય છે,
સૂર તારો મારા સ્વરમાં છે હજી.
જીંદગીની ઢળતી સાંજે વિચારું,
સાથ તારો આ સફરમાં છે હજી.
માર્ગમાં બિછાવી છે "દિલીપ" નજર,
એ પ્રતિક્ષા પણ કબરમાં છે હજી.