જામ ફૂલોના
જામ ફૂલોના


જામ ચાલો, આજ ફૂલોથી ભરીશું,
સાકી સાથે પણ જરા મસ્તી કરીશું,
જ્યાં ડૂબે છે પ્રેમના મરજીવા ત્યાં,
જીવ સટોસટ દાવ ખેલીને તરીશું,
એક પલ્લામાં તમારું દિલ મૂક્યું છે,
બીજામાં માથું મૂકી સમતોલ કરીશું,
કોણ જાણે વ્હાલ વેરી થઈ ગયું છે,
લો, તિલસ્મી કો' મલમથી ઘા ભરીશું.