લાગણીનો દુકાળ
લાગણીનો દુકાળ


સુખનો પણ એક ભાર હોય છે,
દુઃખ પણ ક્યારેક એક આધાર હોય છે,
લીલીછમ લાગણીઓ માત્ર પલવાર હોય છે,
બાકી તો એનો દુકાળ હોય છે.
કડકતી વીજળીનો ઉજાસ ક્ષણવાર જ હોય છે,
અંધારી રાતમાં એક એનો જ આધાર હોય છે,
સંબંધમાં શબ્દો પર જ મદાર હોય છે,
પણ ખામોશીને પણ કાતિલ એક ધાર હોય છે.
મનમાં ભટકતા અનેક વિચાર હોય છે,
ક્યારેક ભટકી જવામાં જ ગુનો બેસુમાર હોય છે,
તબીબો આમ તો ઘણાં બીમાર હોય છે,
દિલ જીતનારના હાથમાં ક્યાં તલવાર હોય છે ?
ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે,
પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે,
નાની મોટી અથડામણ ભલે રોજ થતી હોય,
પણ વિચારોના ટકરાવ ખૂબ જ ગમખ્વાર હોય છે.