STORYMIRROR

Parul Thakkar "યાદ"

Tragedy

4  

Parul Thakkar "યાદ"

Tragedy

દિલની વ્યથા

દિલની વ્યથા

1 min
358

આંખ એની ડૂબાય એવી હતી,

નજર ક્યાં વંચાય એવી હતી ?


માન્યું ચાલ નિશા પછી છે સવાર,

સપનામાં તો રાત લંબાઈ એવી હતી,


હોય છે હજારો અડચણો પ્રેમ ડગર પર,

મંજિલ તો ય પાર થાય એવી હતી,


હસતા મોઢે રહી કાયમ ગમ છુપાવી,

વ્યથા આ દિલની લખાય એવી હતી,


ક્યાં લખાય છે છંદમાં બાંધેલી ગઝલ,

તો ય વાત મારી વખણાય એવી હતી,


વિતાવ્યો છે જે સમય મેં યાદમાં,

રાહ તારાથી ય ક્યાં જોવાય એવી હતી ?


આઘાત ના પચાવી શકી તારા વિરહનો,

જિંદગી નહિતર પ્રેમથી જીવાય એવી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy