STORYMIRROR

Parul Thakkar "યાદે"

Tragedy

5.0  

Parul Thakkar "યાદે"

Tragedy

યાદોની કેડી

યાદોની કેડી

1 min
301


ભીતરના ખાલીપાથી ખખડેલી છું,

હું જીર્ણ મકાનની ડેલી છું...  


રોજ સતાવે વિચાર મને કોણ સાચવશે ?,

હું તો પોતાનાથી જ તરછોડાયેલી છું...


મળે જો લાગણીનો ઢાળ તો વહી જાઉં છું,

જાણે સાગરને મળવા આતુર નદી છું...


નથી શોધી શકી હજી હું ખુદને,

દુનિયાની ભીડમાં ખોવાયેલી છું...


ન શોધો મને અટપટા જીવનપથ પર,

પ્રેમપથ પર રહેલી યાદોની કેડી છું...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy