ખાળી રહ્યો છું.
ખાળી રહ્યો છું.
શરાબી છું લ્યો જામ ભાળી રહ્યો છું,
પછી હું જુના એ દર્દ ખાળી રહ્યો છું.
ભલે બેવફા હો છતાં એ સનમ છે,
હૃદય સંગ વચનો હું પાળી રહ્યો છું.
ઈરાદો કરીને હવે આવશે યમ,
મરણને હું તો રોજ ટાળી રહ્યો છું.
ફના થાય એવું જ ઈચ્છે છે દુનિયા,
વિચારોને હા રોજ વાળી રહ્યો છું.
અમારા જ અંધાર ઉલેચવા તો.
હું 'આભાસ' આ જાત બાળી રહ્યો છું.