રેતીની ભીનાશ
રેતીની ભીનાશ
1 min
535
ભીતરના દર્દને જઇ કહેવું કેમ કોઈને,
હૈયામાં સમાવી દેવું પડે છે રોઈ રોઈને.
ફિકર તો ક્યાં હતી કોઈને મારા જખમની,
નીકળતા બધા સમીપથી જોઈ જોઈને.
એ કોરી રેત પણ રડતી'તી વહેલી સવાર,
મેં રડીને રેતને પણ ભીંજવી'તી એકવાર.
પડછાયા આઘા ખસી કરે છે વાત ભરમની,
ઘા એટલા ઊંડા કે ખબર ના પડી મલમની.
છેતરનારા છેતરીને છુપાઈ ગયા છે ક્યાંક,
માઝા મૂકીને એ વાત રોજ કરે છે શરમની.
રડતો મૂકીને મને એજ હસતા'તા પળવાર,
મેં રડીને રેતને પણ ભીંજવી'તી એકવાર.
