STORYMIRROR

Mahendra Rathod

Others

3  

Mahendra Rathod

Others

મારી ગુણવંતી ગુજરાત

મારી ગુણવંતી ગુજરાત

1 min
19

ભારત ભૌમનું ગૌરવવંતુ નામ એ મારું ગુજરાત છે

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત છે


ભાષાઓની સમૃદ્ધિમાં સૌથી સમૃદ્ધ મારી ગુજરાતી છે

અખંડ ભારતની આઝાદીના શિલ્પીઓ પણ ગુજરાતી છે


રત્નાકરનો કાંઠો મોટો ને અહી નદીઓ અપરંપાર છે

પાવાગઢ ને ગબ્બર મોટા અહી ઊંચો ગઢ ગિરનાર છે


સીદી સૈયદની જાળી હોય કે હોય સમૃદ્ધિ વાવની

કીર્તિ તોરણ ઊંચા શોભે ને શોભા સહસ્ત્રલિંગ તળાવની


દક્ષિણમાં લીલાછમ ઉપવનને ઉત્તરમાં અરવલ્લીની હાર

પૂરવમાં રૂડી સંસ્કૃતિ જીવે ને પશ્ચિમે કછડો બારે માસ


મહી, નર્મદાને વળી તાપી મળે સાગરને સાબરમતીના સંગે 

મહા કવિઓએ કંડારી ગાથા કલમથી હૈયાના ઉમંગે


અમર ઇતિહાસનું સોનેરી પાન પાટણની રાણકી વાવ

સોમનાથ ને દ્વારકામાં મારો હરી કહે તું મળવા આવ


સુરતની સાડીની શોભા ને પાટણના પટોળા વખણાય

ઝાલાવાડની બાંધણીના રંગે આખું ગુજરાત રંગાઈ જાય


મેઘાણીનો રંગ કસુંબી નરસિંહ નો વ્હાલો શામળિયો

નર્મદ, કલાપીની કવિતાઓમાં વૈભવ ગુજરાતનો મળિયો


ફાફડા જલેબી ખમણ ઢોકળા ને હોય થેલામાં થેપલા

સુરતની ઘારી ને ભાવનગરના ગાંઠિયા વિના અમે સાવ લાગીએ એકલા


પંથે પંથે લહેકા જુદા તોય એક જ લાગે આ ગુજરાતી

મોંઘેરી ગરવી ગુજરાત મારી ને મોંઘા મારા ગુજરાતી


અનેકમાં એક રહેનારા અહી બધા બોલે છે એક જ વાત

જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત


Maahi Rajpoot.... Borsad


Rate this content
Log in