STORYMIRROR

Mahendra Rathod

Thriller

3  

Mahendra Rathod

Thriller

એક લાશની ખાતીર

એક લાશની ખાતીર

1 min
487



એક લાશને ઢાંકવા ઉભરાતી હતી ભીડ બજારમાં

ને કેટલાંય ખુલ્લા શરીર ટાઢમાં થર થર કંપતા હતા...


કાંધ દેવા કોઈને હોડ જામતી હતી એ લાશની કને

ને આંધળા રાહની વચાળે કોઈની રાહ જોતા હતા...


લાકડાઓની લ્હાણી કોઈને કીધા વગર વહેંચાતી'તી

ને કંઈક ચૂલા આગ વગર ઠંડાગાર થઈ ગયા હતા....


કીધા વગર કોઈને ઠાઠડી ફૂલોથી સજાવી દેવાતી'તી

કંઈક કાંટા પથારીઓમાં એમ જ ખુપાઈ ગયા હતા...


જીવતાને પડે જીવાત ને મરેલાને અત્તરના ફુવારા

ઘણીયે જીવતી લાશમાં જીવ ખોવાઈ ગયા હતા...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller