STORYMIRROR

Shaurya Parmar

Tragedy Thriller

5  

Shaurya Parmar

Tragedy Thriller

પાર આવે

પાર આવે

1 min
413

કંઇક કરો એવું કે,

મોતનો માર આવે,


ખોલો ત્રીજું નેત્ર,

એટલે પાર આવે,


જીવવામાં તો નહિ આવે,

મરવામાં સાર આવે,


મુખે મુખે અહી,

ભેંકાર ચિત્કાર આવે,


ચારેકોર ખૂણે ખૂણે,

આવે હાહાકાર આવે,


જીવન અને મૃત્યુ,

આવે એકાકાર આવે,


અંતે આ ધરતી પર,

સાવ સૂનકાર આવે,


કોઈ ના રહે અહીંયા,

નનામીય નિરાધાર આવે,


પ્રભુ તું પથ્થરનો જ રહેજે,

રખે ને ! તને પ્યાર આવે,


આતમ ને મળશે પરમાતમ,

જાણે કે દિલદાર આવે,


ને શાંતિથી રચજો નવી દુનિયા,

બને કે એમાં સુધાર આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy