સોનલવરણો દેશ
સોનલવરણો દેશ
જતાં જતાં તું કહેતો જા,
ક્યાં છે તારો સોનલવરણો દેશ...
પણ દરિયો લાંઘી ને હું કેમ કરી ને
આવું તારે સોનલવરણે દેશ...
કેટલાય ઉનાળા વેઠ્યા,
વાલમ તારે કાજ,
આજ અનરાધાર હિલોળા,
લેતું કમોસમી માવઠું...
પ્રિયને મળવા બાવરી બનેલી
પ્રિયતમા,
કોણે ઉઘાડી ડેલી
કોણે ઉઘાડ્યુ કમાડ
કોણે સંતાડ્યુ મારી આંખમાં
મેઘધનુષ...
કોણ રમે છે મારી આંખમાં
સંતાકુકડી...
વાલમ આજ મારી આંખોમાં
આંસુંના બંધાય માંડવા..
અને મારા કાળજડે હાયકારો થાય...
આજ મારે શ્વાસે શ્વાસ રૂંધાય..
અને મારી હથેળીમાં રહી ગયા
તરસી રેખાના ઉઝરડા..
જતાં જતાં તું કહેતો જા,
કયા છે તારો સોનલવરણો દેશ...