STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

4  

Prahladbhai Prajapati

Inspirational Others

અગમચેતીના અણસાર

અગમચેતીના અણસાર

1 min
25.5K


બચાવીલો ભૈ વધુ બગડે એ પહેલાં અહીં              

લો આપીદો થોડો આધાર મરણ પહેલાં          


નર્યું સત્ય એકલા ઝ્હેરથી ઘૂંટાય છે અહીં           

અસત્યનેય થોડું જીવતું કરીલો મરણ પહેલાં       


માત્ર લીલા ઘાસની કલ્પનાઓ કામ આવે નહિ           

સૂકા ઘાસની માપણી કરીલો મરણ પહેલાં                


જીવતે જીવ કાં તમે એકલા ખુદનું જીવો અહીં                     

સફરની રફતારમાં થોડુ મરીલો મરણ પહેલાં           


હસ્તરેખાઓ દિશા બાંધે એ પહેલો સમજીલો         

છે એધાણી,મંજિલની જાણીલો મરણ પહેલાં          


અંતે અગમચેતીના અણસાર આપ્યા વિના અહીં              

ઈશ્વરને ભરવાં ગમતાં નથી પગલાં મરણ પહેલા                


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational