કાગળ કલમનું મિલન
કાગળ કલમનું મિલન
1 min
206
કાગળ કલમ નું મિલન ઈચ્છાનું વિલન
કારણ જનમતું પંખ લૈ વિચારનું વમળ,
ઘટના વિશેના અવશેષ વિસ્તારે પ્રમાણ
પડછાયા પકડે સમયના ઝહેરને આધાર,
ઈચ્છાઓનું ટોળું લૈ ઉતરે જીતવા સંસાર
ફીણના ફંદે ન બંધાયા માનસૂયા ધરાર,
નિશાન નાંગરી ચાલ્યા પકડી લૈ પરિધાન
વણધાર્યા આપમેળે મળતાં ગયાં નિશાન,
જાત્રા જીવનની નક્કી કરી ન કોઈ અવતર્યું.
