STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ભેળાવે લોકશાહી

ભેળાવે લોકશાહી

1 min
236

રૈયતને રૂલાવે છે સત્તાધારી સોગઠાં એક થૈ

નામ રૂપ રંગ જુદા સફેદ વસ્ત્ર ધારી એક થૈ,


સત્તા બિરાદરીનાં સોગઠાં સામ સામે એક થૈ

વત્તે ઓછે રહે એક ને કરે નાટક સામસામે થૈ,


નેતાગીરી જ્યુડીશિયરી કાર્યપાલિકા એક થૈ

બંધારણે ચોથો સ્થંભ છે માત્ર કાગળ કલમે ભૈ,


સૌ બિરાદરી ખુદના કુંડાળે પર એક બીજાથી

રહેંસાય ચગદાય રૈયત અહીં નીતિ નિયમોથી,


રાફડા રોજ વધે ને ભોરીંગોને છે છૂટ ડંસવાને

રૈયતે રગરગ પ્રસરે ઝેર લોકશાહીમાં લોકમંચને,


નિત નૈઈ વંશાવલી જન્મે ને વાડ કૂદી પ્રસરે ભૈ

ભેળાવે લોકશાહી ખેતર અહીં સૌ ભેગા મળી ભૈ,


રૈયતને રૂલાવે છે સત્તાધારી સોગઠાં સૌ એક થૈ

નામ રૂપ રંગ જુદા સફેદ વસ્ત્ર ધારીઓ એક થૈ.


Rate this content
Log in