વાર્તાલાપ
વાર્તાલાપ
1 min
185
જાતિ આવેગી વેગના ઢાળે સ્થિરતાના અભાવ
જ્વાળા મુખી કુંડ મહી પીગળે લોહ સામા ભાવ,
નિશાન ચૂકતા સિદ્ધાંત સંમોહીએ ઊંધા સૌ દાવ
શૌર્યપણું શરણે થૈ પ્રકાશે પોત પામરનું લૈ ઘાવ,
અહર્નિશ હૃદયભગ્ન દિશાહીન થૈ કૂપમંડુકે નાચ
જ્વાળામુખી થૈ જલે રસમ રીત સૌની એક રાગ,
ભલે હોય ઉબડ ખાબડ રાહ ન આવેગને અટકાવ
છૂટે જન્મજાત સંબંધ નાંગરાય નવા સગપણે નાવ,
અહીં સૌ પીગળે પોચા મનના ઇંધણે થૈ પ્રેમાભાવ
શું નર શું નારી આવેગે અધિકાર સૌના વાર્તાલાપ.
