સગપાણીયા સંબંધો
સગપાણીયા સંબંધો
1 min
270
સગપાણીયા સંબંધોના અહીં ઉત્તરો મળે,.
નિજ ઘાવમાં મલમ પાટાની અસર તળે
ખરે અમયે લોહીની સગાઇ સળવળે,
જયાં ઘરની દીવાલો ઘર માંહી ઘર કરે.
સમયાનુસાર સંબંધો વસ્ત્રો બદલતા ફરે,
પ્રકૃતિને કાયમી એકશા અવતાર ન ફળે.
ભૂખનો ઘરોબો મિલન સંતૃપ્તિએ જૈ મળે,
અહીં ઇન્તજારના અંતને દફન વિધિ મળે.
એકશી સંતૃપ્તતા પ્રદેશે વંશાવલી જેવી નથી,
ચાતુર્યતા નિત નવા ઘરે નવા રૂપ ધારણ કરે.
