STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

સાહિત્યના શૂરવીરો

સાહિત્યના શૂરવીરો

1 min
258

અમે અતૃપ્ત વાસનનાઓના મજનૂઓ, 

ને ધન દોલતે દરિદ્ર નારાયણના વંશજો.


કોરી કલ્પનાઓના ખજાનચી મહાનુભાવો,  

વાસના લૈ ફરતા ગજા બહારની ઈચ્છાઓ.


આંધળા પ્રેમે જાસા દેતા ચાંદ તારા તોડવાને. 

શાહી અંગરખું જોડી કે પગરખું ન પહેરવાને .


રાજાશાહીની માત્ર કલ્પનાએ યોદ્ધા અરમાને,

અમે પ્રેમ યુદ્ધ જીતવા નીકળેલા ઘાયલ યુવાનો.


લૈ સાહિત્ય સંગમે શબ્દાવલીની અતૃપ્ત લાગણી,

ઈચ્છાઓના અંતરિયાળ જંગલે ઝઝુમતા એકલા.

 

એકાંત વાસી મંડપે મનમાં રાંડતા મનમાં પરણતા,

લૈ ઉતારા અનેક ઠરી ઠામ થવાના સ્વપ્ને રઝળતા.


સૌ સમાજ અમારો દરિદ્ર નારાયણમાંથી ઉદભવતો,

અપવાદ રાજાશાહી કલાપી મીરા નરસિંહ સુદામાએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational