Gunvant Upadhyay

Inspirational Others

4  

Gunvant Upadhyay

Inspirational Others

દિશા ચાર આપણી

દિશા ચાર આપણી

1 min
14K


સમય; ગુલાબ; આંખ અને પાંખ પોતીકી;

મળી જતાં જ થાય દિશા ચાર આપણી !

સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન;

કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી !

સૂરજનું ઊગવું ય વળી થઈ શક્યું સહજ -

પૂરવ દિશા તરફ જરા પૃથ્વીની થઈ ગતિ !

હૂંફાળવી હથેળી; મહેંદી મઢી મીઠાશ -

જોઈને નવયૌવનાનાં નયન ઝણકી ઝાંઝરી !

ગઝલ; નઝમ; કવિતા તો પર્યાય એકમેક-

સુગંધ - સ્વરને સાંકળે ઝાલે જ્યાં આંગળી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational