STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

મૂળ

મૂળ

1 min
25.1K


મૂળ સુધી જોડાયેલા ના રહે, 

તે સુકાઈ જાય છે, 

વિખેરાય હવામાં ઉડીને, 

તે ભૂંસાય જાય છે.

ના મૂળ રહે, ના પાણી, 

ના ખાતર રહે, ના ઉજાણી, 

ઉખડી ગયા પછી, 

બાજુમા મુકાઈ જાય છે. 

ના આકાર રહે, ના વિચાર, 

ના જોડાણ રહે, ના સંસ્કાર, 

ટોળામાં રેહવા છતાંય, 

એ સંતાય જાય છે. 

ના હાથ રહે, ના સાથ, 

ના તાત રહે, ના માત, 

હવામાં ઉડતા ઉડતા એ, 

ક્યાંક ખોવાઈ જાય છે. 

મૂળ સુધી જોડાયેલા ના રહે, 

તે સુકાઈ જાય છે, 

વિખેરાય હવામાં ઉડીને, 

તે ભૂંસાય જાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational