STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારે સફળતા મેળવવી છે

મારે સફળતા મેળવવી છે

1 min
392

કિસ્મતના ભરોસે બેસી નથી રહેવું,

અથાગ પ્રયાસો થકી મારે સફળતા મેળવવી છે,


ખુદ પર વિશ્વાસ રાખીશ,હિંમત ને હથિયાર બનાવી,

નિષ્ફળતાને હાર આપવી છે, મારે સફળતા મેળવવી છે,


ભીતરમાં પડેલી ખૂબીઓને બહાર લાવવી છે,

ખુદની એક અલગ ઓળખાણ બનાવવી છે,

મારે સફળતા મેળવવી છે,


ભાગ્યનાં ભરોસે બેસી રહેવું નથી,

ઈશ્વરે આપેલ અદભુત શક્તિનો ઉપયોગ કરી,

મારે સફળતા મેળવવી છે,


મુશ્કેલીઓનો બહિષ્કાર કરી,

એની સામે મોરચો માંડી એને હરાવવી છે,

પરિશ્રમ રૂપી હથિયારથી મારે સફળતા મેળવવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational