"તું ચાલતો રહે મુસાફર."
"તું ચાલતો રહે મુસાફર."
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મારગ પર સતત ચાલતો રહે તું મુસાફર,
જુવે છે આ મંઝિલ તારી વાટ મુસાફર.
પંખીઓના ટહુકા, ઝરણાનો ઝણકાર,
ખુશીઓ આપવા ઊભા છે તારી રાહમાં.
ભૂરું આભ તત્પર છે તને છાયડો આપવા,
લીલા વૃક્ષો ઊભા તારા હૈયે ઉમંગ ભરવા.
તું ડગર પર સતત ચાલતો રે મુસાફર,
મખમલી ફૂલો ખીલ્યાં તને ખુશીઓ આપવા
પ્રકૃતિના હરેક તત્વો ઉત્સુક છે સાથ આપવા,
હવા પણ પાગલ છે જીતનો સંદેશો આપવા.
ભાગ્ય પણ તૈયાર છે તું ચાહે એ લખવા,
બસ સતત તું ચાલતો રે, પ્રયાસો કરતો રે.
ઈશ્વર આતૂર છે આપવા સફળતાનો તાજ,
તું સતત ચાલતો રે મંઝિલ મેળવવા કાજ.